નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

ચંદ્રશેખર આઝાદbharatmatamandir.in


મોંઘા વતનનાં મોંઘા રતન ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ભાવરા ગામમાં થયો હતો.નાનપણમાં પિતાએ ઠપકો આપતાં રિસાઇ,ઘરછોડી કાશી ગયા અને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો.દરમિયાન અસહકારનું આંદોલન શરૂ થતાં પિકેટિંગમાં જોડાયા,પરંતુ અંતે ગાંધીજીની અહિંસા તેમને અનુકૂળ ન આવી.અભ્યાસ છોડી ચંદ્રશેખર ક્રાંતિકારી દળમાં જોડાયા.દળમાં એમણે મોટી જવાબદારી નિભાવી. નાણાંની ખેંચ ઊભી થઇ ત્યારે કારોરી ખાતે રેલધાડના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ પ્રથમ હતા. સંગઠનશક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માનીતા થઇ ગયા અને વીરપુરુષોના એ નેતા બની ગયા. સરકારે તેમને પકડવા અથાગ પ્રયાસો કર્યા પણ આઝાદ આઝાદ જ રહ્યા.એમને પકડવા સરકારે હજારોના ઇનામો જાહેર કર્યાં હોવા છતાં,એની લાલચ ક્રાંતિદળમાં કદી કોઇને સ્પર્શી ન હતી.ક્રાંતિકારીઓના તાકાત ધીમે ધીમે તૂટવા લાગી હતી.એક દિવસ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા. તેમણે ત્રણ-ચાર પોલીસોને ઘાયલ કર્યા,પરંતુ લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં એટલે છેલ્લી ગોળી પોતાના જ લમણામાં ઝીંકી ચિરશાંતિની ગોદમાં પોઢી ગયા.એ દિવસ હતો ઇ.સ.1931 ના ફેબ્રુઆરી માસની 27મી તારીખનો. ચંદ્રશેખરનું જીવન એટલે જવામર્દી અને ઝિંદાદિલીના જવલંત કથા. દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે,આઝાદ હી રહે હૈ,આઝાદ હી રહેંગે.

2 ટિપ્પણીઓ: