નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

આલ્બર્ટ આઈન્સ્ટાઈન


આલ્બર્ટ આઈન્સ્ટાઈન

મહાન વિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ ૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ જર્મનીમાં થયો હતો. નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની આઈનસ્ટાઈને કરેલી શોધોએ ભૌતિકશાસ્ત્રના મહત્ત્વના સાપેક્ષવાદ સહિતના સિદ્ધાંતોના પાયાના ખ્યાલ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઈન્સ્ટાઈનના પિતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. એટોમિક બોમ્બની શોધમાં આઈન્સ્ટાઈનની થિયરીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આઈન્સ્ટાઈને ઝુરિચ ખાતે ફેડરલ પોલિટેકનિક એકેડેમીમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૦૫માં તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ૧૯૦૫ના સમયગાળાને આઈન્સ્ટાઈનના જીવનનું મિરેકલ યર ગણવામાં આવે છે. એ વર્ષે તેમણે પાંચ થિયોરેટિકલ પેપર રજૂ કર્યાં. આ પેપરે આધુનિક ભૌતિકશાસ્ત્રના વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ફોટો ઈલેક્ટ્રિક ઈફેક્ટની શોધ માટે તેમને ૧૯૨૧માં નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા. જર્મનીમાં નાઝીવાદી શાસન અને સંશોધન માટે યોગ્ય વાતાવરણ નહીં મળતા તેઓ ઝુરિચ છોડીને અમેરિકા ગયા હતા જ્યાં તેમણે તેમનું સંશોધનકાર્ય આગળ ધપાવ્યું હતું. એટોમિક બોમ્બના ઉપયોગને લઈને તેઓ ભારે ચિંતાતુર રહેતા. સમગ્ર વિશ્વને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાની વિનંતી તેમણે કરી હતી. ન્યુક્લિઅર ટેક્નોલોજીના વિકાસમાં પણ તેઓ સતત સંશોધનરત રહ્યા હતા. આઈન્સ્ટાઈન ૧૯૫૫માં પ્રિન્સટન ખાતે મૃત્યુ પામ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો