નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

ગુરુવાર, 25 એપ્રિલ, 2013

ઇકો કલબ

પ્રસ્‍તાવના:
શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજોએ વિકાસશીલ દેશો વિવિધ સમસ્યાઓ પ્રત્યે જાગૃત થઇ વિકાસયાત્રા વધુ સરળ બનાવવા તરફ ધ્યાન દોર્યું છે અને એટલે જ કમ્પ્યુટર શિક્ષણવસતિ શિક્ષણર્જા શિક્ષણપર્યાવરણ શિક્ષણના નવા ક્ષેત્રો તરફ અભ્યાસીઓ આકર્ષાયા છે. નવા અભ્યાસક્રમોની સંરચના સમયે અભ્યાસક્રમ ઘડનારાઓએ આ પ્રકારના નવા વિષયોના સ્વરૂપવ્યાપ અને કાર્યક્ષેત્ર જેવા એકમોને અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે. પર્યાવરણ જાળવણી અને તે માટેના માનવકાર્ય તરફ સંયુકત નિર્દેશ કરતો વિષય એટલે પર્યાવરણ શિક્ષણ. વ્યકિતએ પોતાની આજુબાજુ રહેલી ધણી બાબતો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યવહાર કરવાનો હોય છે. આ આસપાસની બાબતોમાં કેટલાક ભૌતિક અને કેટલાક સજીવ ધટકોનો સમાવેશ કરી શકાય છે. માનવીની આ દુનિયામાં પર્યાવરણની ગતિવિધિને કારણે જીવનકાર્ય વધુ નુ વધુ સરળ થતું આવ્યું છે. સૂર્યોદય થતાં જ પર્યાવરણના ધટકો પરસ્પર સહકાર સાધી ચેતન સૃષ્ટિમાં જીવંતતા લાવે છે. દુનિયામાં વસ્તીવધારાએ અને માનવીની કેટલીક ખોટી દોટને કારણે પર્યાવરણનો પ્રશ્ન ભારે વિકટ બન્યો છે. ધરતી પ્રાણીઓ અને વનસ્પતિઓનું નિવાસસ્થાન છે. વર્ષ ૧૯૮૬ માં જાપાનમાં હિરોશીમા ખાતે અભ્યાસક્રમ સુધારણા ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉ. ગુણવંત શાહે “ Gandhi and Global Peace ” પર એક પેપર રજૂ કર્યું હતું જેમાં વૈશ્વિક ચાર સમસ્યાઓ પરત્વે ચિંતા વ્યકત કરવામાં આવી હતી તેમાંની એક સમસ્યા એટલે પર્યાવરણ સાથે અસમતુલન ( કુદરત સાથે હિંસા ) પર્યાવરણ સમતુલાનો પ્રશ્ન એ આજે એક વિશ્વ સમસ્યા છે. દિવસે - દિવસે પ્રદૂષણ વધવાથી તેના વિપરીત પરિણામોએ લોકોને વિચારતા કરી મુકયા છે. આ સંદર્ભે વર્ષ ૨૦૦૧ માં એક કૉન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પર્યાવરણ સમતુલા જાળવવા અને લોકજાગૃતિ માટે નેશનલ ગ્રીન કોર્પ્સનો મુદ્રૃો ચર્ચવામાં આવ્યો હતો. ભારતની સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રકારની પર્યાવરણની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રત્યે ચિંતા વ્યકત કરીને તમામ પ્રકારના અભ્યાસક્રમોમાં પર્યાવરણને એક વિષય તરીકે દાખલ કરવા માટે હિમાયત કરી છે. આપણે સૌ પર્યાવરણના એક ભાગ છીએ. પર્યાવરણ તરફના આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી ધણા પર્યાવરણીય પ્રશ્નો હલ થઇ શકે તેમ છે. આપણા વિસ્તારને ચોખ્ખો રાખીએ અને વસ્તુઓના પુનઃ ઉપયોગથી કુદરતી સ્ત્રોતનું જતન કરીએ. ૧૦૦ કરોડની વસતીવાળા આ દેશમાં આ બાબત રાતોરાત ફેરફાર થઇ શકે નહી. પરંતુ બાળકો દ્વારા સમાજની વર્તણૂંકમાં ફેરફાર કરી શકાય. બાળકોમાં સ્વાર્થ હોતો નથી અને તેઓના મનમાં નવા વિચારો સહેલાઇથી આપી શકાય છે. તેઓ આપણું ભવિષ્ય છે. દરેક બાળક પોતાના કુટુંબમાં અગત્યની અસર ઉપજાવી શકે છે. તેથી ભારત સરકારે દેશના તમામ જિલ્લાઓમાં ઇકો કલબ ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજયની માધ્યમિક શાળાઓ આ કલબની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ કાર્યક્રમને વધુ વેગવાન અને અસરકારક બનાવવા માટે જીસીઇઆરટીના માધ્યમ દ્વારા રાજયની પ્રાથમિક શાળાઓમાં આ સ્થાપના કરી બાળકો, યુવાનોમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નોને વેગવંત કરવામાં ચોકકસ મદદરૂપ થશે.
ઇકો કલબ શું છે?
ઇકો કલબ એટલે શાળાના પ્રકૃતિપ્રેમી વિઘાર્થીઓનું એવું એક સંગઠન કે જે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણની કુશળતા અને જાણકારી પૂરી પાડતી એક અનૌપચારિક સક્રિય વ્યવસ્થા.
મહત્‍વનો લક્ષ્‍યાંક:
પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા દેશમાં શાળાના બાળકોને સાંકળી ઇકો કલબની સ્થાપના કરવી.
પરિસ્‍થિતિ વિજ્ઞાન (ઇકોલોજી) :
અંગ્રેજીમાં Ecology (સંતુલનશાસ્ત્ર) શબ્દ મુળ ગ્રીક શબ્દ ‘Oikas’ એટલેકે પરિવાર સાથે સંબંધ શબ્દાર્થ સૂચવે છે. સંસ્કૃતમાં પણ એક સમાન શબ્દ છે. ઓસક જેનો અર્થ ધર થાય છે. આમ પર્યાવરણ એ વિશ્વવ્પાયી પરિવારનો પ્રતિકાત્મક સંબંધ પણ સૂચવે છે. આમ ઇકોલોજી એટલે કુદરતમાં પ્રાણીઓ તથા વનસ્પતિ કઇ રીતે રહે છે તેના સંબંધોનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલેકે વિજ્ઞાનની એક શાખા એટલે પરિસ્થિતિ વિજ્ઞાન.
શિક્ષકની ભૂમિકા:
સૌ પ્રથમ જે શાળાઓમાં આ કાર્યક્રમ અમલમાં મૂકાનાર છે તે શાળામાંથી એક શિક્ષકને પસંદ કરવામાં આવશે અને આ શિક્ષકોને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે. સાથે ઇકો કલબના સભ્યોને પોતાની શાળામાં તેમજ અન્ય શાળાઓમાં પર્યાવરણની જાગૃતિના કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. શિક્ષક દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કલાક માટે ઇકો કલબના સભ્યોને ભેગા કરી કોઇ ને કોઇ પ્રવૃત્તિ કરાવવાની રહેશે. આવતા અઠવાડિયામાં કઇ પ્રવૃત્તિ કરાવવી તે અંગે વિઘાર્થીઓ અભિપ્રાય આપે તે રીતનું પ્રોત્સાહન પૂરું પાડવાનું રહેશે. આચાર્ય સાથે ચર્ચા કરી તેના અમલ માટે જરૂરી તૈયારી કરવાની રહેશે.
પ્રવૃત્તિઓ:

 • પ્રાથમિક શાળાના બાળકોની બનેલી ઇકો કલબ સમાજને વધુ ઉપયોગી બને એ માટે નીચેના જેવી બાબતો મુખ્ય છે.
 • ધન કચરાનો નિકાલ.
 • પ્રદૂષણ અટકાવવામાં મદદગારી.
 • પાણીની અછત નિવારણની કામગીરી.
 • નાગરિક સુવિધાઓમાં મદદગારી.
 • સ્કુલગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ.
 • પાણીનો બગાડ અટકાવવાની જાગૃતિ.
 • જાહેર બાગ - બગીચાની જાળવણી.
 • લોકોમાં પર્યાવરણની સુધારણાનો મૈત્રીભર્યો અભિગમ અને વલણ તથા અભિરૂચિ કેળવવી.
 • જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.
 • ઇકો કલબ અંતર્ગત શાળાકીય પ્રવૃતિઓ
 • સ્વસ્થ જમીનની રચના.
 • શાળા ઔષધબાગની રચના કરવી.
 • શાકભાજીના બગીચા કરવા.
 • કચરાનાં કંપોઝ ખાડા કરવાં.
 • પર્યાવરણની દ્રષ્ટિએ અગત્યના સ્થળો જેવાકે વન્યપ્રાણી ઉઘાનોઅભ્યારણ્યો તથા પ્રદૂષણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ગોઠવવી. જાગૃતિ માટે શિબિરોનું આયોજન કરવું.
 • શાળાઓમાં કે જાહેર જગ્યાઓમાં વૃક્ષોના વાવેતરની કામગીરી તેમજ શાળાકૉલોનીજાહેર સ્થળો અને તેમની આસપાસની જગ્યાએ સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવી. વ્યકિતગત સ્વચ્છતા પ્રત્યે સભાનતા ઉભી કરવી. જેમકે જમતાં પહેલાં હાથ ધોવાડોયાથી પાણી પીવુંનખ કાપવાખોરાક - પાણીને ઢાંકીને રાખવાગંદકી કરવી નહિં.
 • જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા શિક્ષણ આપવું.
 • શાળા કે બહારના જાહેર બાગ - બગીચાની સ્વચ્છતા અને જાળવણી માટે સભાનતા કેળવવી.
 • આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અંગેની સ્પર્ધાઓ અને વાર્તાલાપ અંદરો અંદર યોજવા. દા.ત. ચિત્ર સ્પર્ધાનિબંધ સ્પર્ધાવકતૃત્વ સ્પર્ધા.
 • ઉત્સવોની ઉજવણી કરવી. વિશ્વ પર્યાવરણ દિનવનમહોત્સવવન દિવસ વગેરે.


તાલીમ:
આ સંદર્ભે રાજય કક્ષાએથી તાલીમનું આયોજન કરીને શાળા સુધી પહોંચવાનો અભિગમ રહેલો છે. રાજય કક્ષાએ યોજાતી તાલીમ દરમ્યાન વિવિધ પર્યાવરણ અંગે કાર્ય કરતી સંસ્થાઓની પણ મુલાકાત કરાવવામા઼ આવે છે. રાજય કક્ષાએથી તૈયાર થયેલ તજજ્ઞો દ્વારા જિલ્લા કક્ષાએ અને શાળાઓના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.
પ્રકાશનો:
આ કાર્યક્રમમાં સમાવિષ્ટ તમામ શાળાઓને આ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગેનું જરૂરી સાહિત્ય તૈયાર કરી આપવામાં આવેલ છે. જેમાં સ્વસ્થ જમીનનું નિર્માણ કેવી રીતે કરવુંશાળામાં તથા બહાર વનસ્પતિ સંરક્ષણ કેવી રીતે કરવુંશાળામાં ઔષધબાગની રચના કેવી રીતે કરવી તથા અન્ય દિવસોની ઉજવણી તથા આ અંગે યોજવાની થતી સ્પર્ધાઓ વિશે પણ સાહિત્ય તૈયાર કરી શાળાઓને આપવામાં આવેલ છે.
અમલીકરણ:
પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ કરીએ ત્યારે શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિઘાર્થીઓની ટુકડીઓ બનાવી આ અંતર્ગત પ્રવૃત્તિઓ કરાવી શકાય. જેથી પ્રાથમિક કક્ષાએથી વિઘાર્થીઓમાં પર્યાવરણ જાળવણી સંદર્ભે જાગૃતતા કેળવી શકાય. જયારે તાલીમી સંસ્થાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ કરીએ ત્યારે સંસ્થાના તાલીમાર્થીઓને પ્રોજેકટ વર્ક આપીને આ પ્રવૃત્તિઓ કરાવી શકાય. જેને મૂલ્યાંકન પ્રક્રિયા સાથે પણ જોડીને કાર્યક્રમને વધુ અસરકારક બનાવી શકાય. વર્ષ ૨૦૦૬થી અજમાયશી ધોરણે ૪૦૦૦ પ્રાથમિક શાળાઓ તથા ૨૬ ડાયટમાં અમલીકરણ કરવામાં આવેલ હતુ. હકારાત્મક પ્રતિભાવોને આધારે વર્ષ ૨૦૦૭થી રાજયની તમામ પ્રાથમિક (૩૨૫૧૨) શાળાઓમાં અને ૨૬ ડાયટ તથા જીસીઇઆરટી સંચાલીત બી.એડ સંસ્થામાં અમલીકરણ કરવામાં આવેલ છે. શાળા દીઠ ગ્રાંટ આપવામાં આવે છે.

બુધવાર, 10 એપ્રિલ, 2013

તમારું નજીકનું પોલીસ સ્ટેશન શોધો ?

નેટસેટર/ડોન્ગલનો સોફ્ટવેર અપડેટ કરો...નેટસેટર/ડોન્ગલનો સોફ્ટવેર અપડેટ કરો...
જી હા હવે ઉપલબ્ધ છે 

Mobile Partner 23.001.07.12.910

આપણી શાળાઓનાં કોમ્પ્યુટરમાં લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે.એમાં ઇન્ટરનેટનાં ઉપયોગ માટે આપણે પર્સનલ ડોન્ગલ વાપરતા હોઈએ છીએ.બજારમાં મળતા ડોન્ગલમાં લીનક્ષ સપોર્ટેડ ડ્રાઈવર હોતા નથી તેથી આપણે ડોન્ગલ શાળાનાં કમ્પ્યુટર(લીનક્ષ)પર વાપરી શકતા નથી.

અહીં સોફ્ટવેર મુકેલ છે જેના વડે આપ સરળતાથી લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ પર નેટ ચલાવી શકો છો.

આ સોફ્ટવેરમાં નવું શું છે ? 

· ૫ નવી અને આકર્ષક સ્કીન
· ઓટોમેટિક એપીએન સેટીંગ(APN સેટ કરવાની જરૂર નથી).
· Call,SMS,DialUI & all other plugins અપડેટેડ છે
· Huawei Cloud+ Services ધરાવે છે.
· Huawei Messanger

મંગળવાર, 12 માર્ચ, 2013

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇએ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓંમાં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે. કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને?

શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013

કિશોરી મેળો - ૨૦૧૩

મટકીફોડ ચોકલેટ  ખાતા બાળકો 

ચોકલેટ  લેવા પડાપડી  કરતા વિદ્યાથી ...
દોરડા કૂદતી શાળાની બાલિકાઓ ..

કબડ્ડી રમતી કિશોરીઓ 

કોથળા દોડ રમત રમતી  બાલિકાઓ ....

ખો-ખો  રમતી  શાળાની  ધોરણ-૬ થી ૮ ની બાલિકાઓ ...

" ઈડરિયો ગઢ, સાબરકાંઠા "

ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર , રાખવામાં આવ્યું.ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનુંનામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. પ૦૦ ફુટ ઉંચાઇની ખડકાળ ટેકરીવાળા ઇડરગઢની તળેટીમાં ઇડર અતિ રમણીય રીતે વસેલું છે. ડુંગર ઉપર આવેલા કિલ્લાની મજબુતાઇ કહેવતરુપ બની ગઇ છે. ઇડરીઓ ગઢ જીતવો એ અશકય વસ્તુ પ્રાપ્ત કરવા બરોબર છે. ચીની મુસાફર હયુ-એન-સંગે (ઇ.સ. ૬૪૦ ) તેની નોંધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે. જેને ચીની ભાષામાં ઓ.ચા.લી. કહે છે. પરિહર રજપુતોએ ઇડરની ફરી સ્થાપના કરી હોવાનું મનાય છે. આ રજપૂતોએ ચિતોડને તાબે રહીને કેટલીક પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. ૧ર મા સૈકાના અંતમાં ઇડરના રાજા...એ
દિલ્લીના રાજા પૃથ્વીરાજ સાથે હિંન્દુસ્તાનના મુસ્લિમ આક્રમણકારો સામે ભાગ લીધો અને સન ૧૧૯૩ ની થાનેસરની લડાઇમાં હિંદુઓની મોટી હાર થઇ અને તેમાં તે મરાયો. ત્યાર બાદ ઇડર હાથી સોર્ડ કોળીના હાથમાં ગયું અને તેના પછી તેનો પુત્ર શામળીઓ ગાદી પર આવ્યો.રાઠોડ રાજવી સોનંગજીએ શામળીયાને મારી નાખ્યો અને ઇડરનો કબજો મેળવ્યો અને રાવ વંશની સ્થાપના કરી, જેમણે ધણી પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. વિલીન થયેલા રાજયો પૈકી વિજયનગર એ બીજું અગત્યનું રાજય હતું. ત્યાં મોટે ભાગે
પછાત કોમની વસતિ છે. તેનો વિસ્તાર જંગલોનો અને ટેકરીઓથી ધેરાયેલો છે. વિજયનગરથી ૮ માઇલ દૂર અભાપુર પાસે શિવ, મહાવીર,સૂર્ય વગેરેના જૂના મંદિરોના છૂટા છવાયા અવશેષો મળી આવ્યા છે. ઇ.સ. ૧૧૦૦ માં બંધાયેલા શરણેશ્વર મહાદેવના મંદિરનો અલ્લાઉદ્‍ીન ખીલજીના ભાઇ અલફખાને પાટણની ચડાઇ વખતે નાશ કર્યો. આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ કરેલું છે. પુરાતત્વ વિધાખાતા તરફથી તેના સંરક્ષણ માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. ભૂતપૂર્વ પશ્વિમ ભારતની દેશી રાજયોની એજન્સીના સાદરા વિભાગના આંબલીયારા,મોહનપુર, માલપુર, બાયડ અને બીજા રાજયોને આ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યાં છે. આમ હાલના સાબરકાંઠા જિલ્લામાં વિલીનીકરણ અને એકત્રીકરણ થયેલા ર૯ રાજયોનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ અમદાવાદ જિલ્લાના પ્રાંતિજ તાલુકા અને મોડાસા તાલુકાને પણ આ જિલ્લામાં સમાવી લેવામાં આવ્યાં છે. 
નવેમ્બર-૧૯પ૬ માં રાજયનું પુનઃસંચાલન થતાં મુંબઇ રાજયના મોટાભાગનું વિભાજન વિદર્ભ,મરાઠાવાડા,સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયું હતું. ઘ્વિભાષી રાજયનું વિભાજન થતાં સાબરકાંઠા જિલ્લો અમદાવાદ જિલ્લાની જેમ અસ્તિત્વમાં આવ્યો. છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઇ રાજયનું વિભાજન થતાં ગુજરાત તથા મહારાષ્ટ્ર અલગ અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યા. આ તારીખથી સાબરકાંઠા જિલ્લો રાજયના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો.ઈડરની પુનઃ સ્થાપના પરિહાર રાજપુતોએ કરી હોવાનું કહેવાય છે. જેમણે પિતોડને આધિન રહીને કેટલીક પેઢીઓ સુધી રાજ કર્યુ ૧રમી સદીના અંતે ઈડરના રાજાઓ ભારતના મુસલીમ આકૂમણમાં ભાગ લીધો અને ઈ.સ.૧૯૯૩ મા મરાયા એ
પછી ઈડર હાથીયોલ નામાના કોળીઓના હાથમા પડયું જેના પછી એનો પુત્ર સોમાલીયા ગાદી એ આવ્યો આ સોમાલીયાએ રાઠોડ કુવર સોમસંગજીને મારી નાંખ્યો આ વંશે કેટલીક પેઢીઓ સુધી રાજ કયું ઈડરના બેનમુન ગઢનો આજે પણ લોકો વાતવતમા ઉલ્લેખ કરે છે. પુર્વ ઈડર સ્ટેટની આ રાજધાની હતી. ઈલ્વદુગ તરીકે ઓળખાતો હતો. અહીના પત્થરો રપ૦૦ વર્ષ પુરાણો હોવાનું લોકવાયકા છે. ફલોરાઈડના કારણે ગઢ ઉપરના પથ્થરો કાળમીઢ જેવા અને ગ્રેનાઈટ જેવા છે. ગઢ ઉપર આવેલુ ભોળનાથ મંદિર પ૦૦ વર્ષ પુરાણું હોવાનું મનાય છે.