નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

'''ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન'''

જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ 
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત 
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫ 
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત 
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) 
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી. 
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ) 
ધર્મ = વેદાંત,હિંદુ 
જીવનસાથી = શિવકામ્મા 
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર 


'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. 

તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. 

તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. 

== જીવન == 

સર્વપલ્લી રાધાકૃષ્ણન 
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ'' માં વિત્યું હતુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો